શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2017

સ્તુતી







વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,

વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;

દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૧||


ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,

સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;

ભાસે ભયંકર વળી મનના ઉતાપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૨||


આ રંકને ઉગરવા નથી કોઇ આરો,

જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,

ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૩||


મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,

આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,

કોને કહું કઠિન યુગ તણો બળાપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૪||


હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,

આડંબરે અતિ ઘણો મદથી બકેલો,

દોષો થકી દુષિતના કરી માફ પાપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૫||


ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,

હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,

શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૬||


રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,

આ જિંદગી થઇ મને અતિશે અકારી,

દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૭||


ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,

બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,

શક્તિ ન માપ ગણવા અગણિત માપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૮||


પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,

ખોટો ખરો ભગવતી પણ હું તમારો,

જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૯||


શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,

તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,

વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૧૦||


શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,

રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,

સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૧૧||


અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,

ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,

સંસારના સકળ રોગ સમૂળ કાપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૧૨||

થાળ




આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો
જમવા વેલા આવજો તમે સહેલી ને લાવજો

સોમ વારે શીરો પૂરી જમવા વેલા આવજો
જમવા વેલા આવજો સાથે બહુચર માં ને લાવજો
આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો

મંગલવારે મોહનથાળ જમવા આવજો
જમવા વેલા આવજો સાથે કાલકા માં ને લાવજો
આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો

બુધવારે બરફી પેંડા જમવા વેલા આવજો
જમવા વેલા આવજો સાથે ચામુંડા માં ને  આવજો
આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો

ગુરુવારે ગુલાબ જાંબુ જમવા વેલા આવજો
જમવા વેલા આવજો સાથે દુર્ગા માં ને લાવજો
આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો


શુક્ર વારે સુતર ફેની જમવા વેલા આવજો
જમવા વેલા આવજો સાથે  સરસ્વતી માં ને લાવજો
આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો

શાની વારે શીખંડ પૂરી  જમવા વેલા આવજો
જમવા વેલા આવજો સાથે પાર્વતી માં ને લાવજો
આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો


રવિવારે રસગુલ્લા જમવા વેલા આવજો
જમવા વેલા આવજો સાથે ગાયત્રી માં ને લાવજો
આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો


જળ જમના ની જારી ભરું, આચમન કરવા આવજો
આચમન કરવા આવજો, સાથે લક્ષ્મી માં ને લાવજો
લવિંગ સોપારી અને પાન ના બિડલા, મુખવાસ લેવા આવજો
મુખવાસ લેવા આવજો સાથે સાવાત્રી માં ને લાવજો
આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો
જમવા વેલા આવજો તમે સહેલી ને લાવજો

આરતી



જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જયો જયોમા જગદંબે

દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2)
બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો

તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (2)
દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા જયો જયો

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા (2)
ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં જયો જયો,

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (2)
પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (2)પંચે તત્‍વોમાં જયો જયો

ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (2)
નર નારી ના રૂપે (2)વ્‍યાપ્‍યાં સર્વેમા જયો જયો

સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી માં સંધ્‍યા (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા જયો જયો

અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (2)
સુનીવર મુનીવર જનમ્‍યા (2) દેવ દૈત્‍યો મા જયો જયો.

નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,કીધાં હર બ્રહ્મા મા જયો જયો.

દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2)
રામે રામ રમાડયા, (2) રાવણ રોબ્‍યો મા જયો જયો

એકાદશી અગિયારસ કાત્‍યાયની કામા મા કાત્‍યાયની (2)
કામદુર્ગા કાળીકા (2) શ્‍યામાને રામા, જયો જયો

બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ, ત્‍હારા છે તુજ મા, જયો જયો

તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (2)
બ્રહમાવિષ્‍ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા જયો જયો

ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)
ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,
સિંહ વાહિની માતા, જયો જયો

પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (2)
વસિષ્ઠ દેવે વખાણ્‍યાં માર્કુન્‍ડ દેવે વખાણ્‍યાં,
ગાઈ શુભ કવિતા જયો જયો

સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (2)
સવંતસોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,
મૈયા જમુના ને તીરે (2) જયો જયોમા જગદંબે.

ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી, જયો જયોમા જગદંબે.

શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)
ભણે શિવાનંદ સ્‍વામી (2) સુખ સંપત્તિ થાશે.

હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે, મા બહુચર દુઃખ હરશે,
મા કાલી દુઃખ હરશે, મા લક્ષ્મી દુઃખ હરશે જયોજ્‍યો

ભાવન જાણુ ભક્‍તિ ન જાણું નવજાણું સેવા મા નવ (2)
વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો (2) ચરણે સુખ દેવા જયો જયો.

એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
ભોળા ભવાની ને ભજતાં (2)ભવ સાગર તરશો, જયો જયોમા જગદંબે,

માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (2)
કુકડ કરે છે કિલ્લોલ (2) તુજ ચરણે માડી જયો જયો

જય બહુચર બાળી મા જય બહુચર બાળી,
આરાસુરમાં અંબા (2) પાવાગઢકાળી જયો જયો

યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્‍થિતા
નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ